સૌરાષ્ટ્ર

રાજપરા બંદર તથા દીવ ના દરિયાઈ બંદર પર દરિયામાં ૧૫ થી ૨0 ફૂટ મોજા ઉછળયા…..

ધર્મેશ જેઠવા દ્વારા ઉના:

રાજપરા બંદર તથા દીવ ના દરિયાઈ બંદર પર દરિયામાં ૧૫ થી ૨0 ફૂટ મોજા ઉછળયા……

ઉનાના દરિયાઈ પટી પર સવારે ફરી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે રાજપરા તથા દીવનો દરિયો ગાંડોતુર બન્યો છે આથી દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે રાજપરા તથા નવાબંદર દિવ ખાતે લાંગરેલી બોટને દરિયાના મોજાયૅ ખેંચી લીધી હતી…..

રાજપરા બંદરે યુવાન ડૂબ્યો હતો હોડી ઉંધી થતા દરિયામાં ગરકાવ થઈ..

રાજપરા બંદર પર તંત્ર દ્રારા નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. પોલીસની અપીલ બાદ પણ લોકો રહેઠાણ છોડવા તૈયાર નથી. જેટી ઉપર બાંધવામાં આવેલી બોટો સામસામે અથડાતા નુકસાન થઈ રહ્યું છે આ બોટોને જેટી ઉપર ચડાવી દેવામાં આવે તો નુકસાન અટકશે…..

ગુજરાત નજીક આવેલું એકમાત્ર ફરવાલાયક સ્થળ દિવ માં પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને આવવાની મનાઈ કરવામાં આવી રહી હતી. અને દરિયા નજીક પણ ના જવું તેવી પણ સુચના આપવામાં આવી હતી….

દિવ જિલ્લા કલેકટર દ્વારા તમામ હોટલોમાં પ્રવાસીઓને ન રહેવું તેવી સૂચના આપવામાં આવી હતી અને તમામ પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ફૂડ પેકેટ ની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી…..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *