બ્રેકીંગ ન્યુઝ..
ધર્મેશ જેઠવા દ્વારા:
નવાબંદર પોલીસ દ્વારા પાલડી ગામે થી દારૂના જથ્થા સાથે મોટર કાર ઝડપાઈ…..
નવાબંદર મરીન પોલીસ એ પાલડી ગામેથી ટાટા કંપનીની માજા મોટરકાર GJ-27-V 1439 માંથી અલગ અલગ બ્રાન્ડનૉ દારૂ તેમજ બીયર નો જથ્થો ઝડપી પાડ્યો…..
જેની કિંમત ૪૦૧૦૦ તથા મોટર કાર ની કિંમત રૂપિયા ૫૦ હજાર કુલ મળી ૯૦૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે….
આ દારૂ કોનો હતો? અને કોને સપ્લાય કરવાનો હતો? તેની તપાસ હાલ નવાબંદર પોલીસ કરી રહી છે…..
આ કાર ચાલક બુટલેગર કાર મૂકી નાસી છૂટયૉ હોય જેથી કાર માલિક વિરૂદ્ધ ગુનો નોંધી બુટલેગરને પકડવા નવાબંદર મરીન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે….