ધર્મેશ જેઠવા દ્વારા:
ગીર સોમનાથ જીલ્લા ના ઊના તાલુકાના જુની વાજડી ગામ ની દિકરી એ હિમાલયના ૧૭ હજાર ફૂટ ઉંચા શિખર પર લહેરાવ્યો રાવ્યો તીરંગો…
માઈનસ ૧૦ ડીગ્રી તાપમાનમાં શિખરે પહોંચી ઊના ત્થા સૌરાષ્ટ્ર નુ ગૌરવ વધાર્યું..
ઊના તાલુકાના જુની વાજડી ગામે વસવાટ કરતા મનસુખ અમરદાસ ગોંડલીયા ની દિકરી અલ્પા એ હિમાલયની તળેટીમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું છે. આ સાહસિક યુવતી ૧૭૫૩૩ ફૂટ ઊચું શિખર સર કરી વાજડી ગામનુ નામ ગૌરવથી ગુંજતું કર્યું છે. “યુથ ઈન્વીંન્સીબલ” સાથે સંકળાયેલ ગુજરાતભરના યુવાનોએ હિમાલયની પીરપંજાણ રેંજમાં આવેલ માઉન્ટ હેન્ડશીપ શિખર સર કરવાનું આયોજન કર્યું હતું, અલ્પા સહીત ગુજરાતભરના ૨૭ યુવાન-યુવતી ની પર્વતારોહણ ટીમ શિખર સર કરવા રવાના થઈ હતી, આ પૈકી ૨૨ યુવાન-યુવતીઓ એ શિખર સર કર્યું.
પર્વતારોહણ ની ટીમે માઈનસ ૫ થી ’૧૦ ડીગ્રી તાપમાન વચ્ચે શિખર સર કરવાની સિદ્ધિ મેળવી હતી. પર્વત પર શિખરો સર કરતી વેળાએ અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કર્યો હતો આમ વાજડી ગામની યુવતી અલ્પા ગોંડલીયા એ હિમાલયનું શિખર સર કરી ઊના ત્થા ગીર પંથકનુ ગૌરવ વધાર્યું..