Uncategorized

પાકિસ્તાન સામેની એર સર્જીકલ સ્ટ્રાઈકના સમીકરણો અમરેલી જિલ્લા કોંગ્રેસમાં થયા તેઝ….. કોંગ્રેસની તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવાની થઈ ગોઠવણ….. નેતા વિપક્ષ ધાનાણી અને પ્રતાપ દુધાત સામે કોંગી અગેવાનોમાં ભભૂખ્યો રોષ…..

સાવરકુંડલા:પાકિસ્તાન સામે ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રેઈકની અસર ટૂંકા દિવસોમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના રાજકારણ માં જોવા મળે તેવા સમીકરણો તેઝ થઈ ગયા છે સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અમે તાલુકા પંચાયતના સદસ્યોમાં અસંતોષનો લાવરસ ભભૂકી રહ્યો છે તેના પરિણામે ટૂંકા દિવસોમાં સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસની ભાંગી પડે તેવા સમીકરણો સાકાર થઈ રહ્યા છે હાલ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સપષ્ટ બહુમતી છે પણ પાંચ કોંગ્રેસી સદસ્યો ભાજપ નો ભગવો ખેસ ધારણ કરવાના ચોખટા ગોઠવાઈ ગયા છે અમરેલી જિલ્લા પંચાયતમાં હાલમાં હોદ્દો ધરાવતા કોંગ્રેસ સમિતિના ચેરમેન ની રાહબરી નીચે સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જા માંથી ભાજપની બનવાની ગતિવિધિ તેઝ થઈ ગઈ છે સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્ય કક્ષાના સ્થાનિક સ્વરાજ્ય તાલુકા પંચાયત ના સદસ્યોમાં ભારે રોષના કારણે એકાદ અઠવાડિયા માં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભંગાવાની શક્યતાઓ વધી છે તો સાવરકુંડલા તાલુકાની 20 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં છે તો સાવરકુંડલા તાલુકા ના કોંગ્રેસના અગ્રણીઓ પણ બંધ બારણે ભાજપ સાથે ગોઠવણ કરીને મોટો ધડાકો કરવામાં મૂડમાં આવી ગયા છે સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યોએ “સેટીંગ” કરીને 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા સાવરકુંડલા તાલુકા પંચાયત ભાજપમાં વિલીનીકરણ થઈ રહ્યું છે ને નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરવાનો અધ્યાય આરંભ થઈ ગયો છે તેવું કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચાલુ ચેરમેન પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભગવો ખેસ પહેરે તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે

One Reply to “પાકિસ્તાન સામેની એર સર્જીકલ સ્ટ્રાઈકના સમીકરણો અમરેલી જિલ્લા કોંગ્રેસમાં થયા તેઝ….. કોંગ્રેસની તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવાની થઈ ગોઠવણ….. નેતા વિપક્ષ ધાનાણી અને પ્રતાપ દુધાત સામે કોંગી અગેવાનોમાં ભભૂખ્યો રોષ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *