અમરેલી

અમરેલી તાલુકાના મોણપુર ગામે કુંટુંબના સભ્યનુ મરણ થઇ ગયેલ હોય, તેવુ ખોટુ કારણ બતાવી અમદાવાદથી અમરેલી જિલ્લામાં આવવા માટે ખોટી રીતે પરમીટ મેળવી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતા ચાર ઇસમો વિરુધ્ધ ગુન્હો દાખલ કરતી એસ.ઓ.જી.ટીમ તથા અમરેલી તાલુકા પોલીસ….

અમરેલી તાલુકાના મોણપુર ગામે કુંટુંબના સભ્યનુ મરણ થઇ ગયેલ હોય, તેવુ ખોટુ કારણ બતાવી અમદાવાદથી અમરેલી જિલ્લામાં આવવા માટે ખોટી રીતે પરમીટ મેળવી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતા ચાર ઇસમો વિરુધ્ધ ગુન્હો દાખલ કરતી એસ.ઓ.જી.ટીમ તથા અમરેલી તાલુકા પોલીસ….

વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસ વૈશ્વિક મહામારી ઘોષીત કરવામાં આવેલ છે અને દેશ ભરમાં nCOVID-19નાં સક્રમણને અટકાવા માટે કાર્યવાહી થઇ રહેલ છે, કોરોના વાયરસનાં કારણે મહામારી થતા અટકાવવા અને કોરોના વાયરસ ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્ય ભરમાં ’’લોકડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે….

જે અનુસંઘાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, દ્વારા કોરોના વાયરસનાં અસરગ્રસ્ત જિલ્લાઓ/ વિસ્તારમાંથી અમરેલી જીલ્લામાં પ્રવેશ કરતા તથા જીલ્લા બહાર જતા વાહનોને અટકાવવા જિલ્લાના મહત્વનાં એન્ટ્રી/એક્ટઝીટ પોઈન્ટ, પર ૩૯ ચેક પોસ્ટ શરૂ કરી જરૂરી બેરીયર ઉભા કરી નાકાબંઘી કરી, વાહનોની અવર-જવર પર પ્રરતિબંઘ લગાવવા માટે ’’લોકડાઉન’’નો ચુસ્તપણે અમલ કરાવવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અનુસંઘાને એસ.ઓ.જી. અમરેલીના પો. ઇન્સ.શ્રી કે. ડી.જાડેજા અને પો.સબ ઈન્સ., મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમ તથા અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ., એ.વી.સરવૈયા તથા સ્ટાફ તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, મોણપુર ગામે વિનોદભાઇ નાગજીભાઇ ગજેરાનાં કુંટુંબના સભ્યનુ મરણ થઇ ગયેલ હોય, તેવુ ખોટુ કારણ બતાવી અમદાવાદથી અમરેલી જિલ્લામાં આવવા માટે ખોટી રીતે પરમીટ મેળવી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતા ચાર ઇસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરવમાં આવેલ છે….

બનાવની હકિકત :-

મોણપુર ગામનાં વિનોદભાઇ નાગજીભાઇ ગજેરા રહે.મુળ ગામ-મોણપુર તા.જી.અમરેલી હાલ રહે.અમદાવાદ વાળા તથા તેના ઘરના સભ્યો એમ મળી કુલ ચાર માણસો તા.૦૧/૦૫/૨૦૨૦ રાત્રીનાં અમદાવાદ ખાતેથી મોણપુર ગામે “પોતાના કુટુંબનાં સભ્યનું મરણ થઇ ગયેલ હોય” તેવુ ખોટુ કારણ બતાવી મોણપુર ગામે આવવાની પરમીટ લઇ આવેલ હતા પરંતુ ખરેખર તેઓના કુટુંબમાં કોઇ મરણ થયેલ નથી તેવી હકીકત તપાસ દરમિયાન જણાય આવતા મજકુર ચાર ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-11193004200576/2020, IPC કલમ ૪૦૬,૧૭૭, ૧૮૨, ૨૬૯, ૨૭૦, ૧૮૮, ૩૪ તથા ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ-૩, તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧(બી) મુજબ ગુન્હો રજી. કરી ધોરણસર કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે….

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનાં સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ સતત કટિબધ્ધ અને કાર્યશીલ છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *