ગુજરાત

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે.

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલ, બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલ, ત્રીજા તબક્કાનુ મતદાન 23 એપ્રિલ, ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલ, પાંચમા તબક્કાનું મતદાન 6 મે, છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મે અને સાતમા તબક્કાનું મતદાન 18 મેના થશે, જ્યારે મતગણતરી 23 મેના થશે. 

મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોરા જણાવ્યુ કે, આ વખતે 24 મિલિયન મતદારોમાં વધારો થયો છે અને 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં દોઢ કરોડ મતદારો છે.અરોડાએ વધુમાં કહ્યું કે, બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે.

ક્યા રાજ્યોમાં ક્યારે થશે મતદાન:

પહેલા તબક્કા:

– કુલ 91 સીટો પર થશે મતદાન
– કુલ 20 રાજ્યોમાં થશે ચૂંટણી
– પહેલા તબક્કાની અધિસૂચના જારી કરવાની તારીખ: 18-3-2019
– અરજી કરવાની છેલ્લી તારીખ: 24-3-2019
– અરજી પત્રોની તપાસ: 26 માર્ચ
– નામ પરત લેવાની અંતિમ તારીખ: 28 માર્ચ
– વોટિંગ: 11 એપ્રિલ
– મતગણતરી: 23 મે

11 એપ્રિલ – 91 સીટ – આંધ્ર પ્રદેશ (2 બેઠકો), અરુણાચલ (2 બેઠકો) આસામ (5 બેઠકો) બિહાર (4 બેઠકો), છત્તીસગઢ (1 બેઠકો) જમ્મુ-કાશ્મીર (2 બેઠકો), મહારાષ્ટ્ર (7 બેઠકો), મણિપુર (1 બેઠક), મેઘાલય (1 (બેઠકો), મિઝોરમ (1 બેઠકો), નાગાલેન્ડ (1 બેઠક), ઓડિશા (4 બેઠકો), સિક્કિમ (1 બેઠક), તેલંગણા (17 બેઠક), ત્રિપુરા (1 બેઠક), ઉત્તર પ્રદેશ (8 બેઠકો), ઉત્તરાખંડ (5 બેઠકો) , પશ્ચિમ બંગાળ (2 બેઠકો), આંદમાન નિકોબાર (1 બેઠક), લક્ષદ્વીપ (1 બેઠક)

બીજા તબક્કા:

– કુલ 97 સીટો પર થશે મતદાન
– બીજા તબક્કાની અધિસૂચના જારી કરવાની તારીખ: 19-3-2019
– અરજી કરવાની છેલ્લી તારીખ: 26-3-2019
– અરજી પત્રોની તપાસ: 27 માર્ચ
– નામ પરત લેવાની અંતિમ તારીખ: 29 માર્ચ
– વોટિંગ: 18 એપ્રિલ
– મતગણતરી: 23 મે

18 એપ્રિલ – 97 સીટ – આસામ (5 બેઠકો), બિહાર (5 બેઠકો), છત્તીસગઢ (3 બેઠકો), જમ્મુ અને કાશ્મીર (2 બેઠકો), કર્ણાટક (14 બેઠકો), મહારાષ્ટ્ર (10 બેઠકો), મણિપુર (1 બેઠક), ઓડિશા (5 બેઠકો) તમિલનાડુ (39 બેઠકો), ત્રિપુરા (1 બેઠક), ઉત્તર પ્રદેશ (8 બેઠકો), પશ્ચિમ બંગાળ (3 બેઠકો), પુડુચેરી (1 બેઠક)

ત્રીજા તબક્કા:

– કુલ 115 સીટો પર થશે મતદાન
– ત્રીજા તબક્કાની અધિસૂચના જારી કરવાની તારીખ: 28-3-2019
– અરજી કરવાની છેલ્લી તારીખ: 04-04-2019
– અરજી પત્રોની તપાસ: 5 એપ્રિલ
– નામ પરત લેવાની અંતિમ તારીખ: 8 એપ્રિલ
– વોટિંગ: 23 એપ્રિલ
– મતગણતરી: 23 મે

23 એપ્રિલ- 115 સીટ – આસામ (4 બેઠકો), બિહાર (5 બેઠકો), છત્તીસગઢ (7 બેઠકો), ગુજરાત (26 બેઠકો), ગોવા (2 બેઠકો), જમ્મુ અને કાશ્મીર (1 બેઠક), કર્ણાટક (14 બેઠકો), કેરળ (20 બેઠકો) મહારાષ્ટ્ર (14 બેઠકો), ઓડિશા (6 બેઠકો), ઉત્તર પ્રદેશ (10 બેઠકો), પશ્ચિમ બંગાળ (5 બેઠકો), દાદર નગર હવેલી (1 બેઠક), દમણ દિવ (1 બેઠક)

ચોથા તબક્કા: 

– કુલ 71 સીટો પર થશે મતદાન
– ચોથા તબક્કાની અધિસૂચના જારી કરવાની તારીખ: 02-04-2019
– વોટિંગ: 29 એપ્રિલ
– મતગણતરી: 23 મે

29 એપ્રિલ- 71 સીટ – બિહાર (5 બેઠકો), જમ્મુ અને કાશ્મીર (1 બેઠકો) , ઝારખંડ (3 બેઠકો), મધ્ય પ્રદેશ (6 બેઠકો), મહારાષ્ટ્ર (17 બેઠકો), ઓડિશા (6 બેઠકો), રાજસ્થાન (13 બેઠકો)
, ઉત્તર પ્રદેશ  (13 બેઠકો) , પશ્ચિમ બંગાળ  (8 બેઠકો)

પાંચમા તબક્કા:

– કુલ 51 સીટો પર થશે મતદાન
– કુલ 07 રાજ્યોમાં થશે ચૂંટણી
– પાંચમા તબક્કાની અધિસૂચના જારી કરવાની તારીખ: 16-04-2019
– વોટિંગ: 6 મે
– મતગણતરી: 23 મે

6 મે- 51 સીટ-  બિહાર (5 બેઠકો), જમ્મુ કાશ્મીર (2 બેઠકો), ઝારખંડ (4 બેઠકો), મધ્ય પ્રદેશ (7 બેઠકો), રાજસ્થાન (12 બેઠકો), ઉત્તર પ્રદેશ (14 બેઠકો), પશ્ચિમ બંગાળ (7 બેઠકો)

છઠ્ઠા તબક્કા: 

12 મે- 59 સીટ- બિહાર (8 બેઠકો), હરિયાણા (10 બેઠકો), ઝારખંડ (4 બેઠકો), મધ્ય પ્રદેશ (8 બેઠકો), ઉત્તર પ્રદેશ (14 બેઠકો), પશ્ચિમ બંગાળ (8 બેઠકો), દિલ્હી (7 બેઠકો)

સાતમો તબક્કો:

– કુલ 59 સીટો પર થશે મતદાન
– કુલ 08 રાજ્યોમાં થશે ચૂંટણી
– સાતમા તબક્કાની અધિસૂચના જારી કરવાની તારીખ: 22-04-2019
– વોટિંગ: 19 મે
– મતગણતરી: 23 મે

19 મે- 59 સીટ- બિહાર (8 બેઠકો), ઝારખંડ (3 બેઠકો), મધ્ય પ્રદેશ (8 બેઠકો), પંજાબ (13 બેઠકો), ચંદીગઢ 1 બેઠક, પશ્ચિમ બંગાળ (9 બેઠકો), હિમાચલ (4 બેઠકો), ઉત્તર પ્રદેશ (13 બેઠકો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *