ગુજરાત

ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે

ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. આચાર સંહિતા લાગૂ થવાની સાથે જ રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો, સત્તાધારી પાર્ટીઓ અને મંત્રી પ્રતિનિધિઓને ચૂંટણી પંચના દિશા નિર્દેશો અનુસાર જ કામ કરવું પડશે. જાણો છો આચાર સંહિતા લગૂ થયા બાદ દેશમાં કયા કયા કામ કરી શકાશે નહીં…

શું છે આચાર સંહિતા?

આદર્શ આચારસંહિતા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશ હોય છે અને દરેક પાર્ટી અને ઉમેદવારોને આ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિર્દેશોનું પાલન નહીં કરવા પર ઉમેદવારો અથવા પાર્ટીઓ પર ચૂંટણી પંચ તરફથી કાર્યવાહી કરી શકાય છે. 

ક્યારે લાગૂ થાય છે આચારસંહિતા

કોઇ પણ ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ એ મતવિસ્તારમાં આચાર સંહિતા લાગૂ થઇ જાય છે અને રાજકીય પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવાર એક અધિકાર ક્ષેત્રમાં રહીને કામ કરી શકે છે. જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ સમગ્ર દેશમાં લાગૂ થાય છે અથવા એ ક્ષેત્રોમાં આચારસંહિતા લાગૂ થાય છે, જ્યાં ચૂંટણી હોય છે. 

મતદાન દિવસના નિયમો

 • સત્તાવાર કાર્યકર્તાઓને ઓળખપત્ર આપવું
 • મતદાતાઓને આપવામાં આવતી ચિઠ્ઠી સાદા કાગળ પર હોય અને તેમાં કોઈ પ્રતિક ચિહ્ન કે કોઈ પાર્ટીનું નામ ન હોય
 • મતદાનના દિવસે અને તેના 24 કલાક પહેલાં દારૂનું વિતરણ ન કરવામાં આવે.
 • મતદાન કેન્દ્ર પાસે લગાવવામાં આવેલા કૅમ્પો પર ભીડ ન લગાવો
 • કૅમ્પ સાધારણ હોવા જોઈએ.
 • મંત્રી શાસકીય મુલાકાતો દરમ્યાન ચૂંટણી પ્રચારના કાર્ય ન કરે
 • આ કામમાં શાસકીય મશીનરી તથા કર્મચારીઓનો ઉપયોગ ન કરે.
 • સરકારી વિમાન અને ગાડીઓનો પ્રયોગ પક્ષના હિત વધારવા માટે ન થાય.
 • હૅલિપેડ પર અધિકાર ન જતાવાય.
 • વિશ્રામગૃહ, સરકારી રહેઠાણો પર અધિકાર નહીં હોય
 • આ સ્થાનોનો પ્રયોગ પ્રચાર કાર્યાલય માટે નહીં થાય.
 • સરકારી પૈસૈ જાહેરાતો દ્વારા ઉપલબ્ધિઓ નહીં ગણાવી શકાય.
 • કૅબિનેટ બેઠક નહીં કરી શકાય.

 પરિણામ આવવા સુધી મંત્રી અથવા કોઇ પ્રતિનિધિ આ કાર્યો કરી શકતા નથી

 • કોઇ પણ રૂપમાં કોઇ પણ નાણાંકીય મંજૂરી અથવા કોઇ જાહેરાત કરી શકશે નહીં. 
 • કોઇ પણ પ્રકારની પરિયોજનાઓ અથવા સ્કીમોની આધારશિલા રાખી શકાશે નહીં. 
 • રસ્તાનું નિર્માણ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વચન આપી શકે નહીં. 
 • શાસન, સાર્વજનિક ઉપક્રમો વગેરેમાં કોઇ પણ નિયુક્તિ થઇ શકતી નથી, જેનાથી સત્તાધારી પાર્ટીના હિતમાં કોઇ મતદાતા પ્રભાવિત થાય.

સભાઓ માટે દિશા નિર્દેશ

કોઇ પણ સભા કરતા પહેલા સ્થાનિક પ્રશાસનને એની જાણકારી આપવી ફરજીયાત છે. એના માટે લાઉડ સ્પીકર, ત્યાં કોઇ ધારા કે આદેશ લાગૂ છે કે નહીં એની દાણકારી હોવી ફરજીયાત છે. જૂલુસ માટે પણ પહેલાથી પરવાનગી લેવી પડશે. સાથએ જ એનું ધ્યાન રાખવું પડશે કે ત્યાં કોઇ અન્ય પાર્ટીઓનું તો જૂલુસ નથી અથવા કોઇ નિષેધાત્મક આદેશ તો લાગૂ નથી. 

મતદાન દિવસને લઇને દિશા નિર્દેશ

ચૂંટણીના દિવસે કોઇ પણ પાર્ટી અથવા ઉમેદવાર મતદાતાઓને જે ઓળખ પર્ચી આપશે એ માત્ર સફેદ કાગળની હોવી જોઇએ અને એની પર ચૂંટણી ચિહ્ન સંબંધી કોઇ જાણકારી હોવી જોઇએ નહીં. મતદાન કેન્ગ્રની પાસે લગાવવામાં આવેલા બૂથ પર કોઇ પ્રચારની સામગ્રી ના હોય એ ધ્યાન રાખવું પડશે. 

સાધારણ દિશા નિર્દેશ

કોઇ પણ દળઅથવા ઉમેદવાર એવું કામન કરી શકે નહીં, જેનાથી વિભિન્ન જાતિઓ અને ધાર્મિક અથવા અન્ય સમુદાયોની વચ્ચે મતભેદ વધે, તકોઇ પણ પાર્ટી અથવા ઉમેદવારના ઝંડા અને નારા લખવા માટે કોઇ પણ ખાનગી સંપત્તિની પરવાનગી વગર ઉપયોગ કરી શકાશે નહીં. 

સત્તાધારી દળ માટે દિશા નિર્દેશ

મંત્રી પોતાના શાસકીય પ્રવાસને પ્રચારની સાથે જોડી શકશે નહીં અને પ્રચારમાં શાસકીય મશીનરી અથવા કર્મચારીનો ઉપયોગ કરી શકશે નહીં સાથે જ સરકારની ગાડીઓ, સરકારી વાહનોને પોતાના હિત માટે ઉપયોગ કરી શકશે નહીં. કોઇ પણ સત્તાધારી સાર્વજનિક સ્થાનોને પોતે જ ઉપયોગ કરી શકે નહીં, પરંતુ અન્ય પાર્ટીઓ પણ એનો ઉપયોગ કરી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *