અમરેલી

અહો આશ્ચર્યમ!રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં બનતી ઘટનાઓ અને મહિતીઓથી જાણ નથી….

અહો આશ્ચર્યમ!રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં બનતી ઘટનાઓ અને મહિતીઓથી જાણ નથી….
રાજ્યમાં કોરોના કેસથી લઈ સરકારી ભરતીઓ સુધી મુખ્યમંત્રી અજાણ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કર્યા શાબ્દિક પ્રહાર….
રાજ્યની ખબર રાખનાર રાજ્યના મુખ્યમંત્રીને કાય ખબર નથી ધારાસભ્ય ઠુંમર…. 

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક રાજ્યના મુખ્યમંત્રીને પોતાના રાજ્યમાં બનતી ઘટનાઓ અને માહિતીઓની જાણકારી નથી આ કેવી બાબત કહેવાય લશ્કર ક્યાં લડે છે તે મુખ્યમંત્રી ને ખબર નથી તેના જેવું થયું….
રાજ્યમાં કોરોના આંકડા બાબતે પૂછવામાં આવે તો જવાબ મળે ખબર નથી ભરતીઓ બાબતે પૂછવામાં આવે તો ખબર નથી ધમણીઓ બાબતે પણ ખબર નથી વેન્ટીલેટર બાબતે પણ ખબર નથી પરીક્ષાઓ બાબતે પણ ખબર નથી તો હું એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી ને પૂછવા માંગુ છું કે આપને ખબર છે શેની?….
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે મીડિયા સવાલ કરે ધારાસભ્ય સવાલ કરે તો મુખ્યમંત્રીનો એકજ જવાબ ખબર નથી ખબર નથી આતો શુ જવાબ રાજ્યની છ કરોડની જનતા જવાબ આપવા મુખ્યમંત્રી ને કઈ ખબર નથી તો પછી ખબર છે કોને? આવા વેધક સવાલ કરી રાજ્યના અત્યાર સુધીના નિષ્ફળ નીવડેલ મુખ્યમંત્રી વિરુદ્ધ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શાબ્દિક પ્રહારો કર્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *