અમરેલી

છેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી….

છેલ્લા ત્રીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી….

મ્હે.અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી તેમજ ફરાર કેદીઓ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય….

જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્‍દ્રકુમાર ધાધલ તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ધારી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮/૧૯૯૧ IPC ક.૩૮૦,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામના આરોપીને શોધી કાઢી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે….

ગુન્હાની વિગતઃ-આજથી ત્રીસેક વર્ષ પહેલા આ કામના આરોપી તથા અન્ય આરોપી રામજીભાઇ ભાણાભાઇ રાઠોડ રહે.સારદીકા તા.મહુવા જી.ભાવનગર વાળાએ મળીને ધારી ટાઉન વિસ્તારમાં આવેલ એક હિરાના કારખાનામાં હીરા તથા રોકડ રકમની ચોરી કરેલ હોય અને આજદિન સુધી પોલીસ પાસે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા મજકુર આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને આજરોજ પકડી પાડેલ છે….

પકડાયેલ આરોપીઃ- ભાણજીભાઇ ઉર્ફે ભાણાભાઇ રામજીભાઇ આહિર (ગુજ્જર) ઉ.વ.૫૩ ધંધો-હીરાઘસવાનો રહે.મુળ-દેલવાડા તા.ઉના જી.ગીરસોમનાથ હાલ-સુરત, મુકતિધામ સોસાયટીમાં મકાન નં.૬૪ વાળાને તા.૧૮/૦૯/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ધારી પોલીસ સ્ટેશનને સોપી આપેલ….

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રીસ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *