જંગલી દીપડા સાથે દોસ્તી .
યે દોસ્તી હમ નહિ તોડેગેં
અતિ હિંસક આ રાની પશુ દીપડા સાથે કેટલાક લોકોને તસ્વીરો લીધી . શોશ્યલ મીડિયા માં વાઇરલ
છેલ્લા કેટલાક દિવસો થિ હિંસક રાની પશુ દીપડા સાથે કેટલાક શકશો હરિ ફરી રહ્યા ની તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં આ હિંસક પશુ દીપડો મનુષ્યો સાથે હરિ ફરી રહયો છે ત્યારે નિશાચર એવા આ રાની પશુ ને માનવી ઓ સાથે ઘરોબો હોય તેવું પ્રસ્તુત તસ્વીર માં નજરે ચડે છે પરંતુ તસ્વીર માં આ દીપડો સાત આંઠ મહિના નો હોય તેવું ફલિત થઈ રહ્યું છે જે તસ્વીર હાલ અનેક શંકા કુ શંકા ઉપજાવી રહી છે કે હિંસક પશુ દીપડો માનવી સાથે આત્મીયતા ધરાવે તે શક્ય નથી આથી જાણકારો ના મતે આ દીપડો બીમાર હોવાનું બની શકે છે અને અને બીમારી માં આ હિંસક પ્રાણી બીમારી સબબ નિર્બળ હોવાથી આ ખેતર માં રખડતા મનુષ્યો સાથે આ દીપડો હરતો ફરતો જુવા મળી રહ્યો છે અને તેની તસવીરો હાલ સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી રહી છે ત્યારે આ મામલો કદાચ ગીર ની અથવા તો અન્ય જગા નો પણ હોઈ શકે ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે તપાસ થાય તે જરૂરી છે અને જો આ બીમાર રાની પશુ હોય તો તે ક્યાં વિસ્તાર માં તેની તપાસ કરી આ રાની પશુ ની સારવાર કરાવી થતી કાર્યવાહી કરવી જરૂરી હોય તેવી પ્રકૃતિ પ્રેમી ઓ ની માંગ છે