ગુજરાત

રાજુલા ,કોડીનાર,તળાજા મહુવા,બોટાદ વિ. શહેરોમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

રાજુલા ,કોડીનાર,તળાજા મહુવા,બોટાદ વિ. શહેરોમાંથી મોબાઇલની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

​​શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે.
​​
પકડાયેલ આરોપીઃ-
વિપુલ ઉર્ફે ભુરીયો મગનભાઇ ચુડાસમાં ઉ.વ-૧૯ ધંધો-મજુરી રહે.- રજુલા મફતપરા અંટાળીયા મહાદેવ મંદિર પાસે

ચોરીમાં ગયેલ મુદામાલઃ-
(૧) એક સફેદ ગોલ્ડ કલરનો મોબાઇલ, (૨)કાળા કલરનો એમઆઇ કંપનીનો મોબાઈલ, (૩)ગોલ્ડ કલરનો વીવો કંપનીનો મોબાઈલ, (૪)સફેદ કલરનો ટેક કંપનીનો મોબાઈલ, (૫) કાળાકલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ, (૬) કાળા કલરનો ઓપો કંપનીનો મોબાઈલ જે તમામ મોબાઇલની કિ. રૂ. ૬૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. સદરહું ચોરી અંગે પુછપરછ કરતાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફ ગુ.ર.ન.-૧૮/૧૯ ઇ.પી.કો કલમ. ૩૭૯ મુજબનો ગુન્હો રાજી થયેલ હોય જેથી કબ્જે કરેલ મુદ્દામાલ અને આરોપીને રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:-
સદરહું ચોરીના મોબાઇલ સાથે પકડાયેલ ઇસમ અગાઉ રાજુલા પો.સ્ટે. (૧) ફસ્ટ- ૮૫/૧૭ ઇ.પી.કો.કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬ તથા (૨) ગુ.ર.ન ૧૨૫/૧૮ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨), ૪૨૭ જી.પી.એક્ટ ૧૩૫ મુજબના મારા-મારીના બે ગુન્હામાં પકડાયેલ છે
​​
આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને ચોરીના મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરી અંગેનો ભેદ ઉકેલવામાં સફળતાં મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *