એસ. એન.ન્યૂઝ દ્વારા : કેરીના રસિકો માટે ચાલુ માસે ખુબ સારા સમાચાર છે જેની આતુરતા પૂર્વક કેરી રસિકો રાહ જુઈ રહ્યા છે તે કેસર કેરી નું ટુક સમય માં જ આગમન થઇ રહ્યું છે અહી અમરેલી ના કાંટાળા પંથક માં ચાલુ વર્ષે કેરી નો ફાલ આગોતરો થતા કેરી હાલ આંબા માં લુંમ્બી જુંબી રહી છે અને કેરીને કારણે આંબા લચી પડ્યા છે અને ફાગણ મહિનો પૂરો થતા જ કેસર કેરી બજાર માં મળવા મળશે નું અહી ના સ્થાનિકો ભાવેશ ભાઈ રાઠોડ જણાવે છે ત્યારે ચાલુ માસે મોસમ સારો રહેતા ફાલ પણ પુષ્કળ આવેલ જેથી કેરી નું આગતરું ફળ ટુક સમય માં જ ખાવા મળશે જેથી કેસર કેરી ના રસિકો માટે આનંદ ના સમાચાર મળી રહ્યા છે
અમરેલી જીલ્લા માં શિયાળા માં ખુબ ઠંડી પડીહતી જેથી કેસર કેરી ના આંબા પર પુષ્કળ પ્રમાણ માં ફાલ આવેલો જેથી હાલ તે ફાલ કેરીના સ્વરૂપ માં આ ફાલ લુંમ્બે જુમ્બે આંબા પર જુલી રહ્યો છે અને કેરી ના કારણે આંબા પર ઢાળી ગયા છે ત્યારે અહી અમરેલી ના કાંટાળા માં કેરી ના બગીચા ઓ માં ખેડૂત ના સુજ્કા થી કેરી ઓર્ગેનિક રીતે ઉગાડી છે અને કોઈ પણ દવા વિના અહી કેરી આગતરી પાકી છે જેથી હાલ ચાલુ મહિના ના પૂર્ણતા માં જ અહી કેરી ના રસિકો ને કેસર નો સ્વાદ ચાખવા મળી જશે સામાન્ય રીતે કેરી મેમાંહીના ના અંતે એટલે કે પાંચ માં મહિના માં આવતી હોય છે પરતું અહી કેરી વહેલી ઉગી જતા હાલ કેરી પાકવાની અણી ઉપર છે અને ચાલુ ફાગણ માસ ના અંતે આ કેસર કેરી બજાર માં આવી પણ જશે તેવી ખેડૂતો તથા કેરી રસિકો આશા સેવી રહ્યા છે
ત્યારે કેરી ના જાણકાર ના મતે કેસર કેરી સામાન્ય રીતે ફૂલ તડકો એટલે કે મેં મહિના દરમિયાન બજાર માં આવે છે પરંતુ અહી ચાલુ માસે અમરેલી પંથક ના અમુક ગામો માં કેરી નું વહેલું આગમન થઇ ગયું છે અને હાલ આ મહિનો ઉતરતા જ કેરી ના રસિકો ને કેસર કેરી ખાવા મળી જશે અને ભાવ પણ સારો રહેશે જેથી કેરી રસિકો હાલ કેસર ના આગમન ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે