ગુજરાત

જેજાદ ગામે ધર્મઉત્સવ-માં મોરારી બાપુએ આપ્યા આશિર્વાદ બાપુ ના સેવક મુળુભાઈ અરજણભાઈ શિરોળિયા અને પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવરંગ માંડવા નું થયું છે આયોજન

સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે ધર્મઉત્સવ-બાપુએ આપ્યા આશિર્વાદ
સાવરકુંડલામાં રહેતા મુળુભાઈ અરજણભાઈ શિરોળિયા અને પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવરંગ માંડવો
પરમપુજ્ય મોરારીબાપુના મુખ્ય સહાયક અને સારથી મુકેશ શિરોળિયાના પીતાજી દ્વારા આયોજીત નવરંગ માંડવામાં મોટી સંખ્યામાં પધારવા ધર્મપ્રેમી ભક્તોને સાદર નિમંત્રણ.
આ નવરંગ માંડવાની ખાસિયત એ છે કે ભરવાડ સમાજમાં શૈક્ષણીક જાગૃતા લાવવા, બેટી પઢાવ અને જૂની કુરુઢીઓને દુર કરી સનાતન ધર્મની જાગૃતા માટે પરંપરાગત નવરંગ માંડવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
જેજાદ ગામે બાપુના સહયોગી મુકેશ શિરોળિયા દ્વારા કરવામાં આવેલા આ બે દિવસીય કાર્યક્રમમાં માતાજીની આરાધના, ધર્મ શ્લોકોનુ આહ્વાાન વગેરે કરવામાં આવશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં માતાજીના અનુયાયીઓ પધારશે.
તારીખ 13 મેના સવારના નવથી તારીખ ચૌદ મે સુધી આ નવરંગ માંડવો ચાલશે.
આ પ્રસંગ માટે પુજ્ય મોરારીબાપુએ ખાસ આશિર્વાદ પાઠવ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *