ગુજરાત

અમૂલ દૂધના ભાવમાં આવતી કાલ થી વધારો મોંઘવારીનો વધુ એક માર…

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમુલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 21 મે એટલે આવતીકાલથી લાગૂ કરી દેવામાં આવશે.

અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ જોવા મળશે.

દિલ્હી, એનસીઆર, ગુજરાત, પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં આ ભાવ વધારો આવતીકાલથી લાગુ થનાર છે. ડેરી ઉદ્યોગમાં ઉનાળાના સમયમાં દૂધની આવકમાં સતત થઇ રહેલા ઘટાડા તેમજ દૂધની ખરીદ કિંમતમાં કરવામાં આવેલા વધારાને કારણે 2 વર્ષ બાદ દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીએ એક અઠવાડીયા પહેલા જ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. અમૂલે ભેંસના દૂધના એક કિલો ફેટના ભાવ 10 રૂપિયા વધાર્યા હતા, જ્યારે ગાયના દૂધમાં એક કિલો ફેટનો ભાવ 4.5 રૂપિયા વધાર્યો હતો.

કંપનીએ કહ્યું કે દૂધના ખરીદ ભાવમાં આના વધારાથી સાત લાખ પશુપાલકોને ફાયદો મળશે. અમૂલ ડેરીમાં વર્ષોથી રોડનું 30 લાખ લીટર દૂધ આવક થાય છે જે ઘટીને 25 લાખ લીટર થઇ ગઇ છે. તેમને હવે ભેંસના દૂધના એક કિલો ફેટ માટે 640 રૂપિયા અને ગાયના દૂથના એક કિલો ફેટના 290 રૂપિયા મળશે.

મહત્વનું છે કે, ગાય અને ભેંસ સિવાય અમૂલ દ્વારા ઉંટડીના દૂધનું પણ વેંચાણ કરવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં અમૂલ ડેરીએ ઉંટડીનું દૂધ લોન્ચ કર્યું હતું.

કેટલો વધારો ?

પ્રોડક્ટ                      જૂનો ભાવ               નવો ભાવ 
અમુલ ગોલ્ડ                52 રૂપિયા               54 રૂપિયા
અમુલ શક્તિ               48 રૂપિયા               50 રૂપિયા
અમુલ તાજા                50 રૂપિયા               52 રૂપિયા
અમુલ ડાયમંડ             54 રૂપિયા               56 રૂપિયા
સ્લિમ ડ્રીમ(ટેટ્રા પેક)    69.84 રૂપિયા          71.84 રૂપિયા
સ્લિમ ડ્રીમ(સાદુ પેક)    36 રૂપિયા              38 રૂપિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *