ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ ભાજપે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો છે….

ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થઇ છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર લોકોનો પ્રેમ યથાવત નજરે પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019માં પણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત છે. 2014ની જેમ આ વખતે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું પાનુ ન ચાલ્યું. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓની મહેનત ગુજરાતમાં રંગ ન લાવી.

2014માં ગુજરાતમાં ભાજપે અડધાથી પણ વધુ એટલે કે, 59.1 ટકા વોટ શેર સાથે તમામ બેઠકો કબ્જે કરી હતી. 2014માં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચુક્યા હતા. જોકે, આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે. ત્યારે ભાજપે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવીને ઇતિહાસ સર્જ્યો છે.

જાણો ક્યા ઉમેદવારની થઇ જીત

બેઠક ભાજપ ઉમેદવાર પરિણામ કોંગ્રેસ ઉમેદવાર પરિણામ
કચ્છ ‌વિનોદ ચાવડા જીત નરેશ મહેશ્વરી હાર
બનાસકાંઠા પરબત પટેલ જીત પરથી ભટોળ હાર
પાટણ ભરતસિંહ ડાભી જીત જગદીશ ઠાકોર હાર
મહેસાણા શારદાબેન પટેલ જીત એ.જે. પટેલ હાર
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ જીત રાજેન્દ્ર ઠાકોર હાર
ગાંધીનગર અમિત શાહ જીત ડૉ. સી.જે.ચાવડા હાર
અમદાવાદ(પૂ.) હસમુખ પટેલ જીત ગીતા પટેલ હાર
અમદાવાદ(પ.) કિરીટ સોલંકી જીત રાજુ પરમાર હાર
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા જીત સોમા ગાંડા પટેલ હાર
રાજકોટ મોહન કુંડારિયા જીત લલિત કગથરા હાર
પોરબંદર રમેશ ધડૂક જીત લલિત વસોયા હાર
જામનગર પૂનમબેન માડમ જીત મૂળુ કંડોરિયા હાર
જૂનાગઢ રાજેશ ચુડાસમા જીત પૂંજા વંશ હાર
અમરેલી નારણ કાછડિયા જીત પરેશ ધાનાણી હાર
ભાવનગર ભારતીબેન શિયાળ જીત મનહર પટેલ હાર
આણંદ મિતેષ પટેલ જીત ભરતસિંહ સોલંકી હાર
ખેડા દેવુસિંહ ચૌહાણ જીત બિમલ શાહ હાર
પંચમહાલ રતનસિંહ રાઠોડ જીત વી.કે.ખાંટ હાર
દાહોદ જશવંતસિંહ ભાભોર જીત બાબુ કટારા હાર
વડોદરા રંજનબેન ભટ્ટ જીત પ્રશાંત પટેલ હાર
છોટાઉદેપુર ગીતાબેન રાઠવા જીત રણજિતસિંહ રાઠવા હાર
ભરૂચ મનસુખ વસાવા જીત શેરખાન પઠાણ હાર
બારડોલી પ્રભુ વસાવા જીત તુષાર ચૌધરી હાર
સુરત દર્શનાબેન જરદોશ જીત અશોક અધેવાડા હાર
નવસારી સીઆર પાટીલ જીત ધર્મેશ પટેલ હાર
વલસાડ કે.સી.પટેલ જીત જીતુ ચૌધરી હાર

આજે રાજ્યમાં પેટાચૂંટણી સહિત 28 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 26 બેઠકો પૈકી કચ્છના 10 અને બનાસકાંઠા બેઠક પર 14 ઉમેદવાર તથા પાટણ બેઠક પર 12 અને મહેસાણા બેઠક પર 12 ઉમેદવારો મેદાને હતા. તો સાબરકાંઠામાં 20 અને ગાંધીનગરમાં 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. જ્યારે અમદાવાદ પૂર્વના 26 અને અમદાવાદ પશ્ચિમ બેઠક પર 13 ઉમેદવારો તેમજ સુરેન્દ્રનગરમાં 31, રાજકોટ બેઠક પર 10, પોરબંદર બેઠક પર 17 ઉમેદવાર અને જામનગર બેઠક પર 28, જૂનાગઢ બેઠક પર 12 તથા અમરેલીમાં 12 ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ હતો. આ ઉપરાંત ભાવનગર બેઠક પર 10, આણંદમાં 10 અને ખેડા બેઠક પર 7 ઉમેદવાર તથા પંચમહાલમાં 6, દાહોદ બેઠક પર 7 અને વડોદરા બેઠક પર 13 ઉમેદવારો મેદાને હતા. તો છોટાઉદેપુર બેઠક પર 8, ભરૂચમાં 17 અને બારડોલી બેઠક પર 12 ઉમેદવારો તેમજ સુરતમાં 13, નવસારી બેઠક પર 25 અને વલસાડમાં 9 ઉમેદવારો મેદાને હતા. આમ, આ 371 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થઇ ચૂક્યો છે. જેમાં તમામ ભાજપના 26 ઉમેદવારોએ બાજી મારી છે.

આજે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ આવ્યા છે. ગુજરાતમાં 4 વિધાનસભા બેઠક ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે આ તમામ બેઠકો પર પણ ભાજપ જીતતું નજરે પડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *